Dr. Vipul Vekariya

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ લગભગ અંદાજે 28000 કિલોમીટર અને 28 દિવસ પૂર્ણ કરીને પાછા ભારતમાં બધા વડીલો અને મિત્રો નાં આશીર્વાદથી હેમખેમ પહોંચી ગયાં છીએ. હું નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ ના બધાં મેનેજમેંટ મેમ્બર નો આભાર માનું છું કે જે લોકો એ મને મારું રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કરવા માટે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર જવાની તક આપી. ઓસ્ટ્રેલિયા ગયાં ત્યારે ખુબ જ આનંદ હતો કારણકે હું મારું રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કરવા એક સારા નામાંકિત વિકસીત દેશમાં જવાનો હતો અને ભારત સરકાર દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો તેમજ તેના વિકસીત શહેરો ફરવાનો હતો. મારાં બધાં જૂનાં મિત્રો મળવાનો હતો .મારું ફેમિલી પણ સાથે હોવાથી અનેરો આનંદ હતો. ત્યાં મારો આ સંપૂર્ણ પ્રવાસ અને કોન્ફરન્સ બહુ જ સરસ રીતે પૂર્ણ થઈ અને મને કોન્ફરન્સમાં બેસ્ટ પેપર નો અવોર્ડ પણ મળ્યો. ઓસ્ટ્રેલિયા દેશ ખૂબ જ સારો અને ખૂબ જ વિકસીત દેશ છે. રોજિંદા જીવનમાં તેમજ સરકારી સિસ્ટમ માં ટેક્નોલોજીનો અદ્ભુત ઉપયોગ કરે છે. પ્રજાની જાગૃતતા અને સિસ્ટમ ને પૂરેપૂરો સપોર્ટ કરવો એ એની પ્રજા પાસે થી શીખવા જેવું છે. મેં ત્યાં સારી ત્રણ નામાંકિત યુનિવર્સટીની મુલાકાત પણ લીધી હતી. આરોગ્ય સેવા, હોસ્પીટલ અને એજયુકેશન સિસ્ટમ ખરેખર અદ્ભુત છે. બાકી ચોખ્ખાઈ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટ્રાફિક નાં નિયમો, માણસોની ધીરજ, સુંદર અને પહોળા રોડ રસ્તાઓ, પાર્ક, બગીચાઓ, અદ્યતન અને ઊંચી ગગનચુંબી ઇમારતો, સુંદર દરિયાઈ નજારો, નદીઓ, ટેક્નોલોજીથી ખેતી તેમજ પશુપાલન, વાત કરીએ તેટલી ઓછી લાગે એવું છે. મેં બધા ફોટો ફેસબુક માં શેર કર્યા છે અને તમે બધાએ જોયા પણ હશે. આ વિકસીત દેશો પાસે થી ઘણું શીખવા જેવું છે અને આપણા દેશમાં જો લાગુ પડે તો કરવાં જેવું છે પણ એ માટે દેશની પ્રજાનો સહયોગ ખૂબ જરૂરી છે.

અહીંથી ગયો ત્યારે કોરોના વાયરસનો ભય એટલો બધો હતો નહીં. ખાલી ચાઈના ઉપર એની વધુ અસર હતી. ત્યાં હું 28 દિવસમાં ઓસ્ટ્રેલિયા નાં ચાર શહેરો મેલબોર્ન, સિડની, બ્રિસબેન, ગોલ્ડ કોસ્ટ ફર્યો અને ત્યાં પણ કોરોના વાયરસ નું એટલો ફેલાવો ના હતો કે નાં ભય હતો. પણ મારા ભારત આવવાનાં આગળ નાં દિવસે બધા દેશો માં કોરોના વાયરસનો કહેર ચાલુ થયો. હું નીકળવાના દિવસે મેલબોર્ન એરપોર્ટ પર મારા ફ્લાઇટ નાં સમય કરતાં ત્રણ કલાક વેલો પહોંચ્યો અને જોયું તો 90 ટકા જેટલી ફ્લાઇટ કેન્સલ હતી અને અમારી ફ્લાઇટ નું સ્ટેટસ હજુ ક્લિયર નાં હતું. મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટ પહેલેથી કેન્સલ થઈ ચૂકી હતી અને તેના પ્રવાસીઓ ત્યાં ઊભાં ઊભાં એરલાઇન્સ નાં સ્ટાફ સાથે માથાકૂટ કરી રહ્યા હતા. મે પૂછ્યું કે અમારી ફ્લાઇટ નું સ્ટેટસ શું છે તો એરલાઇન્સ નાં સ્ટાફ મેમ્બર કીધું કે ફ્લાઇટ શેડ્યૂલ નાં એક કલાક પેલા નકી થશે. એરપોર્ટ ઉપર બધી જગ્યાએ કોરોના વાયરસની જ ચર્ચા થતી હતી. થોડી વાર થઈ તો અમારી અમદાવાદ ની ફ્લાઇટ શેડ્યૂલ નું એનાઉન્સમેન્ટ થયું અને દિલ્લી, મુંબઈ નાં બધા પ્રવાસીઓ ને અમારી ફ્લાઇટ માં મર્જ કર્યા. ફ્લાઇટ માં અંદર ગયા અને ફ્લાઇટ ટેક ઓફ કરવાની તૈયારી હતી ત્યારે મેં જોયું તો ટોટલ 500 કેપેસિટી ની ફ્લાઇટ માઁ અમે 30 લોકો હતા. પાછું એક મોટું ટેન્શન એ હતું કે ફ્લાઇટ ડાઇરેક્ટ અમદાવાદની નાં હતી તે વાયા બેંગકોકની હતી અને બેંગકોક 22 કલાકનોં લેયઓવર અને બીજા દિવસે ત્યાથી અમદાવાદની ફ્લાઇટ હતી. તે પરિસ્થિતિ માં સૌથી ખરાબ જગ્યા એટલે એરપોર્ટ અને ફ્લાઇટ. અમારે કોરોના વાયરસ ની મહામારીમાં બેંગકોક એરપોર્ટ ઉપર 22 કલાક કાઢવા એ સૌથી અઘરું હતું. ત્યાં પણ મોટા ભાગની ફ્લાઇટ કેન્સલ થતી હતી. પણ ભગવાનની કૃપાથી અમારી અમદાવાદની ફ્લાઇટ શેડ્યૂલ થઈ. 22 કલાક અમે ત્યાં બેંગકોક એરપોર્ટ ઉપર કોરોના વાયરસ નાં સમાચાર અને અપડેટ જોતા રહ્યા. ઈન્ડિયા મા આવીને શું પ્રોસેસ કરાવાની છે એ અમને પહેલી થી ખબર હતી. એરપોર્ટ ઉપર તપાસ થશે અને રિપોર્ટ આવે તે ઉપર ડૉક્ટર હોમ કોરનટાઇન કે સરકારી કોરનટાઇન માં જવાનું કહેશે.

અમે રાત્રે એક વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા અને ઇમિગ્રેશન પ્રોસેસ પુરી કરીને બહાર આવ્યા ત્યાં એક મોટી પ્રવાસીઓની લાઈન હતી જેમાં ડૉક્ટરની ટીમ બધા લોકોની તપાસ કરાતી હતી. લગભગ 30 ડૉક્ટરની ટીમ ત્યાં બધા પ્રવાસીઓને તપાસ કરતી હતી તો પણ મને એવું લાગ્યું કે મારો વારો આવતા 3 કલાક થશે. આટલી મોટી કલાકો ની જર્ની કર્યા પછી ખુબ જ થાકેલા હતા. 3 કલાક લાઇનમા ઊભા રહેવું ઘણું અઘરું હતું અને એક નાના બાળક તરીકે આરવ માટે સૌથી અઘરું હતું. અને એ બેગેજ ટ્રોલી ની ઉપર જે સામાન હતો તેની ઉપર બેસી ને સૂઈ ગયો હતો. એવા માં ત્યાંથી એક ડોક્ટર નીકળ્યા અને એને આરવ સૂતા જોયો અને અમારી પાસે આવ્યા. અમારી બધી ટ્રાવેલ હિસ્ટ્રી પૂછી અને અમને ડાયરેક્ટ એની ડોક્ટર ટીમ પાસે લઈ ગયા. અમારી સંપૂર્ણ તપાસ કરીને અમને ડોક્ટર ટીમ કોરોના વાયરસની પરિસ્થિતિ તેમજ કાળજી માટે વાકેફ કર્યા અને અમને લોકો ને ચૌદ દિવસ માટે હોમ કોરનટાઇન થવાનું કહ્યું. રાતના 3 વાગ્યા હતા પણ ડોક્ટર ની બધી ટીમ દિવસની જેમ કામ કરી રહી હતી. મેં ડૉક્ટર ટીમનો ખૂબ આભાર માન્યો. ભારતમા આવી મેડિકલ ટ્રીટમેન્ટ અને કાળજી જોઈ ને થોડી વાર આશ્ચર્ય થયું. પણ માની લીધું કે દેશ અને જનતા ધારે તો કોઈ પણ સમસ્યાનો સામનો કરી શકે. અમે વહેલી સવારે એરપોર્ટ થી જૂનાગઢ જવા નીકળ્યા રસ્તામાં જૂનાગઢ થી ડૉક્ટરની ટીમનો ફોન આવ્યો કે ક્યારે જૂનાગઢ પહોચો છો મેં કીધું રસ્તા માં છીએ થોડા કલાકો માં પહોંચીશુ. જ્યાં અમે જુનાગઢ પહોંચ્યા ત્યાં ઘરે એક ડૉક્ટર ની ટીમ હાજર હતી. અમે ઘર ખોલ્યું જે એક મહિના થી બંધ હતું એટલે થોડું સરખું કર્યું ત્યાં સુધી ડોક્ટર ટીમ રાહ જોઈ અને પછી ડૉક્ટરની ટીમે પાછી બધી તપાસ કરી અને હોમ કોરનટાઇન વિશે સમજાવ્યું. અમે લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ હતાં તો પણ ડૉક્ટર ની ટીમ કહે 14 દિવસ સુધી કઈ નાં કહી શકાય. કોરોના વાયરસ નોં ઈનકયુબેશન પિરિયડ 14 દિવસ હોય છે આમ કહીને ઘરની બહાર લાલ કલરનું સ્ટીકર મારી દીધું કે આ ઘરની કોઈએ મુલાકાત લેવી નહીં. થોડું અજીબ લાગતું હતું કારણ કે વિદેશ થી આટલા દિવસો બાદ આવ્યાં પછી બધાને મળવાનું ખૂબ જ મન હતું પણ પરિસ્થિતિ ને લીધે શકય ના હતું. રોજ ડૉક્ટર ની ટીમ સવાર અને સાંજે ઘરે તપાસ માટે આવતી હતી. ગાંધીનગર થી હેલ્થ ડિપાર્ટમેંટ માંથી પણ રોજ કોલ આવતા અને અમારી તબિયત વિશે પૂછતાં. થોડા દિવસો પછી કાઉન્સિલગ ડિપાર્ટમેંટ માંથી રોજ કોલ આવે અને અમને લોકોનું પોઝીટીવ કાઉન્સિલગ કરતા. એક વખત તો કોઈ સાઇકયાટ્રીક ડૉક્ટર નો કોલ આવ્યો તેને પણ પોઝીટીવ કાઉન્સિલગ કર્યું. આજ દિવસો માં ભારત સરકાર દ્વારા જનતા કર્ફ્યુ અને લોક ડાઉન નું એલાન થયું. આમ દિવસો પછી દિવસો પસાર થતા હતા. આ દિવસો માં ટેક્નોલોજીની મદદથી વિદ્યાર્થીઓ નાં લેક્ચર લીધા, કોલેજ નાં સ્ટાફ મેમ્બર સાથે મીટિંગ નું આયોજન કરી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ચાલુ રહે તેનો સંવાદ કર્યો, ઓનલાઇન કોર્સ ની મદદથી પોતાનું ડેવલોપમેન્ટ કર્યું, ઘણા બાકી રહેલા મૂવી જોયા, આરવ સાથે ઘણી નવી રમતો રમ્યો અને ઘરની સાફ સફાઇ મા મદદ કરી. એક મહિના થી ઘર બંધ હતું એટલે ઘરમાં માં પણ રોજીંદા જીવન જરૂરી વસ્તુ પણ નાં હતી પણ અમારે બહાર જવાનું ના હોવાથી વસ્તુ પણ નાં લાવી શકાય .એક બે દિવસ તો આમ ચલાવ્યું પણ પછી આ વાત મેં ઘરે આવતા જૂનાગઢ મ્યુનિસિપલ ટીમ ને કરી તો તેણે મને એક મયુર ભાઈ નોં નંબર આપ્યો અને કીધું કે તમારે જે વસ્તુ જોતી હોય એ મયૂર ભાઈ ને વોટસએપ કરી દેવાની એ તમને ઘરે આપી જશે. મયુર ભાઈ ને હું જે વસ્તુ કહું એ બધું ઘરે આપી જતા. એનો પણ હું ખૂબ આભાર માનું છું. આરવ ને પણ પણ બધું સમજાઈ ગયું હતું કે આપણે 14 દિવસ સુધી આમ જ ઘર માં રહેવાનું છે. એક બાળક માટે આ બધું સમજવું ઘણું મુશ્કેલ હતું કારણકે શેરી માં તેના મિત્રો સાઇકલ ફેરવતા હોય અને મારે કેમ અંદર? એને પણ મનને મનાવી લીધું હતું. આમ અમારા 14 દિવસ પૂરા થઈ ગયાં અને 15 મા દિવસે ડોક્ટર ની ટીમ આવીને ફરી તપસ્યા અને અમને કહ્યું કે તમાર હોમ કોરનટાઇન ટાઈમ પુરો થયો પણ હજુ તમારે ધ્યાન રાખવાનું છે એમ કહીને ઘરની બહાર લીલાં કલરનું સ્ટીકર લગાવી દીધું અને એમાં અમારા લોકોનો 14 દિવસ ઘરમાં રેવા બદલ આભાર માન્યો હતો. ડૉક્ટર ની ટીમ નો મેં ખૂબ આભાર માન્યો કે જેને અમારા સ્વાસ્થ્ય ની 14 દિવસ પૂરી કાળજી લીધી. સમગ્ર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ આરોગ્ય ટીમ નોં પણ ખૂબ આભાર માનું છું. ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર નાં કોરોના મહામારી સામે લડવા નાં સ્ટેપ્સ અને પ્રોસેસ ને આભારી માનું છું. છેલ્લે ભગવાનનો ખૂબ આભારી છું કે મોટો પ્રવાસ કર્યાં પછી પણ આ કોરોના મહામારીની અસર અમને ના થવા દીધી. બધા વડીલો અને મિત્રોનો પણ ખૂબ આભાર માનું છું કે જેનાં આશીર્વાદથી મારો પ્રવાસ ખૂબ ફળદાયી અને સ્વસ્થ પૂર્ણ કર્યો.

અનુભવ ની વાતો ?

Categories